મિત્રતા
મિત્રતા
તારી મારી દોસ્તી લાગણીની,
મારી સાથે ન કરને કીટ્ટા;
આપણે તો છીએ પાક્કા મિત્ર-સખા,
ચાલ હવે કરી લેને બુચ્ચા !
તારી મારી મિત્રતા છે લાગણીની;
તો કેમ? મને જોઈ, થઈ જા છો દૂર ?
ચાલ હવે કરી લેને બુચ્ચા !
ઓ મિત્રચહેરા શોભે સદા સ્મિત;
મને બનાવને તારા હૃદયની મનમીત,
ચાલ હવે કરી લેને બુચ્ચા !
તારો-મારો સંબંધ છે, બાળપણથી લાગણીનો
તો કેમ ? કરે છો મારા પર ગુસ્સો ?
ચાલ હવે કરી લેને બુચ્ચા !
ઓ મિત્ર એટલું બધુ મોં ન મચકોડ;
હસવા માટે દિવસની ક્યાં છે ખોટ ?
ચાલ હવે કરી લેને બુચ્ચા !
દરેક સંબંધ શોભે લાગણીથી;
જોઈ મને, કેમ ચાલ્યો જા છો ખસીને ?
ચાલ હવે કરી લેને બુચ્ચા !
ઓ મિત્ર તારી મારી લાગણી અલગ,
જીવનમાં ચલણ છે હસવાનો;
ચાલ હવે કરી લેને બુચ્ચા !
