STORYMIRROR

Bharat Thacker

Classics Others

4  

Bharat Thacker

Classics Others

વિસ્ફોટ

વિસ્ફોટ

1 min
281

ગામડાઓ છે આપણા દેશનું કુદરતી મુકામ,

ગામડાઓ છે આપણા દેશની ધરોહરની હામ,

સંસ્કૃતિ અને પરંપરાનું પયગામ છે આપણા ગામ,

જ્યાં નથી દેખાદેખી, નથી જ્યાં ખોટી દોડધામ.


વહેલી પરોઢના જાગીને, જગવે પવિત્ર ભક્તિ ભાવ,

હોય ભલે વસ્તુઓની અછત, પણ નથી સાલતો કોઇ અભાવ,

સંસ્કૃતિ અને પરંપરાનો પથરાએલ છે પૂરો પ્રભાવ,

ચારે બાજુ સહકારની ભાવના, ચારે બાજુ સદભાવ.


ગામડાઓમા છે સંયુકત કુટુંબની અનેરી મઝા,

જ્યાં સ્ત્રીઓનું આભૂષણ છે એમની મર્યાદા અને લજ્જા,

સંસ્કૃતિ અને પરંપરાઓના મળી રહે છે જ્યાં ઉર્જા,

ગામડાઓની જિંદગી હોય છે હંમેશા તરો તાજા.


ગામડાઓથી વહી રહી છે શહેર તરફ આંધળી દોટ,

આ શહેરીકરણની દોટ, સંસ્કૃતિને આપે છે ચોટ,

સંસ્કૃતિ અને પરંપરાની પડવાની છે મોટી ખોટ,

ગામડામાંથી થતું પલાયન, બની રહ્યું છે વિસ્ફોટ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics