STORYMIRROR

Kinjal Pandya

Classics

4  

Kinjal Pandya

Classics

હેત

હેત

1 min
302

મને મનમાં રાખી તું હેત વરસવાનું ભૂલી ગયો.

તારી કેવી લાચારી રાધાને યાદ કરવાનુ ભૂલી ગયો,


ગયો મથુરા જ્યાં તારે ગોકુળ ફરી આવવાનું હતું,

વિહ્વળ વાતોને પ્રેમમાં સરખાવવાનું ભૂલી ગયો.


દેવકી ને વસુદેવને મળ્યો જે સ્થાન પર તુ કાન,

નંદને યશોદા તણાં લાડને વિસરવાનું ભૂલી ગયો.


મહાભારત તણાં યુધ્ધ કાજે ચક્રધારી બની લડતો,

વૃંદાવન કેરા ઘાટને ગોવાળિયાને મળવાનું ભૂલી ગયો.


બીજું બધું ઠીક શ્યામ, પૂનમ તણી રાતલડીએ,

ગોપીઓ સંગ રાસમાં હેત ઠાલવવાનું ભૂલી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics