STORYMIRROR

Umesh Tamse 'Dhabkar'

Classics Inspirational

4  

Umesh Tamse 'Dhabkar'

Classics Inspirational

કવિતા - ભીતરે

કવિતા - ભીતરે

1 min
210

કોઈ ગીતા થઇ રહે છે ભીતરે,

કર્મ માનવનાં ગ્રહે છે ભીતરે. 


આંખ મીંચી જોઈ લેજો ધ્યાનથી, 

પ્રેમનો સાગર વહે છે ભીતરે. 


આંસુ સુધ્ધાં નીકળી શકતા નથી, 

માનવી કેવું સહે છે ભીતરે. 


મ્હેલ,ધન છો હોય ના મારી કને, 

તે છતાં અનહદ લહે છે ભીતરે. 


મારી નાંખી વ્યર્થ ઈચ્છાઓ બધી, 

એટલે શાંતિ રહે છે ભીતરે. 


Rate this content
Log in

Similar gujarati poem from Classics