STORYMIRROR

ચૈતન્ય જોષી

Classics

4  

ચૈતન્ય જોષી

Classics

આવ રે વરસાદ

આવ રે વરસાદ

1 min
525

તને વનવનનાં પક્ષીઓ પોકારે આવ રે વરસાદ. 

ઝરમર ધારે કે પછી અનરાધારે આવ રે વરસાદ.


ધરતી બની ગઈ છે સૂકી, એનાં જળ ગયાં ડૂકી.

તને મયૂર બોલાવતા ટહૂકારે, આવ રે વરસાદ.


અવનીના ઉરે અગન ઝાઝી, સૂની થઈ વનરાજી.

આજે મીટ માંડી છે કૃષિકારે, આવ રે વસાદ.


નાનાં ભૂલકાંને તરાવવી હોડી, રાહ જોઈ રહી ટોળી.

જગનો તાત આજે તને આવકારે, આવ રે વરસાદ. 


ચાતક વિહંગ તને આજે ઝંખે, તૃષાતુર જીવન ડંખે.

જળતંગી સમસ્યા થૈ પડકારે, આવ રે વરસાદ. 


Rate this content
Log in

Similar gujarati poem from Classics