STORYMIRROR

Alpa Vasa

Classics

4  

Alpa Vasa

Classics

મા

મા

1 min
482

થાય ગુસ્સે જ્યાં પિતા, તો ખુશી સમ છે મા.

કામ છોડી દોડતી, એ ગરીબ છે મા.


હાથમાં જાદૂઈ સ્પર્શ એ સદા રાખે,

દર્દ સઘળું છૂમંતર, થઈ જાય એ છે મા.


કો'કથી નજરાઈ જશે બાળ એ બીકે,

રોજ મીઠું રાઈ માથે ફેરવે છે મા.


વાંક પુત્રનો કાઢશે નહીં ભૂલથી ક્યારેય,

ને વખાણો પારકા સામે કરે છે મા.


બાળ એનામાં સતત ઘબકે છે ધબકારે,

દેહથી દઈ દેહ આ, ઈશ્વર બની છે મા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics