STORYMIRROR

Girimalsinh Chavda "Giri"

Classics

4  

Girimalsinh Chavda "Giri"

Classics

વિરહનો વલોપાત

વિરહનો વલોપાત

1 min
376

દુઃખ વગર, દર્દ વગર,

મન ઉદાસ રહે,

તારા વિરહનાં લગાવ વગર.


આંખોની અમી છલકી ઉઠી,

આંખે આંસુ નાં કાજલ, આખ્યું નો દરિયો કેમ ભરાય આંસુ વગર.


મલ્હાર ભીની ધરતી સામે નવી કૂંપળો,

ઝરી ઝરી રડે છે, કાન મીરા અને રાધાનાં પ્રેમ રાગ વગર.


ભરમાઈ ગયેલી ભક્તિ વચ્ચે શ્રદ્ધા,

કચડાયા કરે છે પગે પગે, પરમાત્મા શું સમજે શુદ્ધ આત્મા વગર.


ગગનેથી આંસુ ઉતરીયા બૂંદ થકી,

ખોળે ઝીલે ધરતી, શું ખબર પડે કબર ને કેટલા આંસુ પડ્યા તારા વગર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics