STORYMIRROR

Kinjal Pandya

Classics

4  

Kinjal Pandya

Classics

ગોવાળિયો

ગોવાળિયો

1 min
468

માથે છે બેડલા ભારે ગોરસના,

સામે ગોવાળિયા દેખાય..


કંકર લઈ ઊભા મારગમાં,

કેમ કરી મથુરા જવાય?


ન આવ કાનુડા મારા મારગમાં,

મને મારા બાલુડા રડતાં સંભળાય...


છોડ મારગ કહું તને શાનમાં,

તને કેમ કંઈ ના સમજાય?


કાન કહે,

આવું ન હવે હું તારી વાતમાં,

મને એમાં પણ તારી ચાલ દેખાય...


આપી દે મને તારી મટકીઓ,

મારી ગાયોના દૂધના મોલ ના કરાય.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics