વહેતી ધારા
વહેતી ધારા
હિમાલયમાંથી વહેતી ધારા,
ધારાઓની બને નાની નદીઓ,
ખળખળ વહેતી દોડતી જાય,
ખીણમાંથી ઝડપી જતી જાય,
સ્થિર સૃષ્ટિને જીવંત કરતી જાય,
કુદરતનો આનંદ આપતી જાય,
એ ધારાઓ મોટી થાય,
મોટી નદી બનતી જાય,
વસે નાના મોટા નગર,
નદી કિનારે વધુ હલનચલન,
સૌની જીવાદોરી બનતી જાય,
એ નાની નાની ધારાઓ,
આખરે સાગરમાં ભળી જાય.
