માટે
માટે
આ સાલ શા માટે આવ્યું ?
એ તો ખબર નથી,
પણ હવે,
લખવા માટે લખી નાખું છું,
વાંચવા માટે વાંચું....
રસોડામાં રસોઈ બનાવી નાખું છું,
ખાવા માટે ખાવું...
રોવા માટે રોઈ લઉં છું,
હસવા માટે હસુ...
શીખવા માટે શીખી લઉં છું,
કરવા માટે કરું....
હવે રહી નથી અસર કોઈ કે રહ્યો રસ,
મળવા માટે મળી લઉં છું..
જીવવા માટે જીવું.
