ગોકુલમાં કાનો
ગોકુલમાં કાનો




વૃંદાવનની મોરલી ને મથુરામાં વાગી,
આવે સોનાનાગરી રાજા દ્વારકાવાળો,
કાના ગોકુલીયામાં આવજે..
રાહ જોઈ બેઠી રાધા જમુના તીરે,
વાટુ જોવે કાનાની યાદમાં રે,
વાંસળીનાં નાદ ગોકુલીયામાં ગૂંજે,
જાણે કાનાના આવવાના એંધાણ,
મન રાધાનું હરખાઈ જયારે આજ રે,
સમના આવે કાના મુજને,
રોજ નિંદ્રા બગાડી જાય મારી,
ફરિયાદ કરું હું જશોદા માતને,
કાનો તારો માખણનો ચોર રે,
મધુવનમાં રાસ રચાવે કાનો,
એક એક ગોપી સાથે કાનો રસ્તા રમે,
જાણે શરદપૂનમની રાત રે,
ત્રણે ભુવનનો નાથ કાનો,
અવતાર ધરી આવ્યો ધર્મ કાજે,
મુરલી સૂર જાણે અખિલ બ્રહ્માંડમાં સંભળાય રે,
ગૂંજી જાય દુનિયા આખી કાનાની યાદમાં,
કાના ગોકુળમાં વે'લો વે'લો આવજે.