Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

4.5  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

ગોકુળમાં અવળા વાયરા વાયા

ગોકુળમાં અવળા વાયરા વાયા

1 min
223

આ વિરહની વેદનાના શૂળ

કેમ કરી સહેશે ગોકુળ

રોતી દુઃખતી આંખલડીયે દેખાય મને ઝાંખું

શું સાચે જ શ્યામ, જાય છોડી ગોકુળ આખું ?

કહી માખણચોર કીધી રે ભૂલ નહીં માંગીએ હવે મટકીનાં મૂલ

દ્રવે અંતરને રૂંધાયા કંઠ

ના ત્યાગો, મારા માધવ વૃન્દાવન,

ના સંભળાયે વ્હાલા મોરલાના બોલ

ભાંભરવાનું ભૂલી આ ગાયોની ઝોક

યમુનાએ ઘોળી પીધો છે રંગ શામળો

કેમ કરી માનું ? છોડે જશોદાનો લાડલો,

શીદને કીધી વાતો સૌ ઠાલી

કે રાધાનો હું ને રાધા છે મારી

નાથ ચરણોને આધાર આપી હરખતું

જોને કેવું રડે છે કદમ આ હીબકતું,

ઠાલો કહેતો ફરતો કે  હું વૈકુંઠ ને વ્રજનો

આજ દીઠો લાલ તને જતો થઈ મતલબનો

કેમ કરી ભૂલશું કાન તારી બંસરીની માયા

હાય ! આજ ગોકુળમાં અવળા વાયરા વાયા.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational