Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Sunita Pandya

Drama Tragedy Inspirational

2  

Sunita Pandya

Drama Tragedy Inspirational

ગો ગો ગો કોરોના

ગો ગો ગો કોરોના

1 min
200


ગો ગો ગો કોરોના, જો જો જો કોરોના

હોટેલ બંધ, હોસ્ટેલ બંધ, બાળકોનું ભણતર બંધ

સિનેમા ને માર્કેટયાર્ડો પણ બંધ,

વળી મંદિરનાં દ્વાર યે બંધ,

સગાવહાલા થયાં આવતાં બંધ,

સાથી દોસ્તો સાથે બેઠક પણ બંધ,


ગો ગો ગો કોરોના, જો જો જો કોરોના

રેડિયો, ટી.વી, સમાચાર પત્રોમાં,

વળી સાવધાન ઇન્ડિયામાં ચર્ચા થાય બસ એક તારી,

નોકરિયાતોનાં પગાર અટવાયાં,

પરીક્ષાર્થીઓની પરીક્ષા અટકાઈ,

ધંધાર્થીઓનાં ધંધા અટકાયા,

રોજમજૂરો છૂટાં થયાં,

તારાં ખાતાંમાં કેટલું પાપ ઠલવાયું,


ગો ગો ગો કોરોના , જો જો જો કોરોના

ઝગમગતો સૂરજ એ તારું નામ લઈને શરમાયો,

પેટમાં પેસી ને તે માર્યો, ગરીબના પેટમાં ખાડો તે પાડ્યો,

ભ્રષ્ટાચારીઓએ તકનો લાભ ઉઠાવી ભાવવધારો કર્યો,

માસ્કમાં પુરાઈ દુનિયા, ઘરમાં પુરાયા લોકો,

મહામંદીનો કાળ તે લાવ્યો, ભૂતકાળ બનીને જા તું પાછો


ગો ગો ગો કોરોના , જો જો જો કોરોના

માસ્ક ને સેનેટાઇઝરનું વિતરણ કરવા,

વળી ગરમાગરમ ઉકાળો આપવા,

દાતાઓ ખડે પગે છે ઊભા,

વિદેશીઓ એરપોર્ટ પર અટકાવ્યા,

ડોકટરો ચેકીંગ કરવા છે ઊભા,

હવન,યજ્ઞો ને શ્લોકાચ્ચ્ચાર ચાલું

યમદૂત તને લેવા છે આવ્યાં


તારી શું ઔકાત મારા દેશમાં

સાવજ પણ ભાગ્યો ચારણકન્યાથી મારા દેશમાં

ગો ગો કોરોના જો જો જો કોરોના !


Rate this content
Log in

Similar gujarati poem from Drama