ગંગા
ગંગા
ધવલ શિખરે, ગંગોત્રી શીરથી, ટપક્યાં ધરાં
સરિત ટપકે, ગંગા નામે વહી, વતન ભણી,
ઝરણ ઝરતાં, આકારે ફેલતી, મમતા ઘણી
તરુવર તણી, મીઠી માતા વળી, સુલભા ધણી,
તટ પર રહી, ગામે ગામે મળી, જળ દેણગી
વન વન મહીં, ઝાડે ઝાડે પુરી, ક્ષિર પ્રતિભા,
સલિલ સરિતા, રૌદ્ર રૂપે કદી, વિકરાળ છે
મધુર દરિયો, આજે જાણે અહીં, શમણાં હરે,
તરસ જનની, છીપાવે હોંશથી, ભરતાં રસે
અમરત ભરી, સીમે વાડી હરી, તુજ વાટિકા,
ધવલ શિખરે, ગંગોત્રી શીરથી, ટપક્યાં ધરા
અમન ચમને, ગંગા ગોદાવરી, તટિની વહે.