ગમશે ક્યારેક
ગમશે ક્યારેક
ગમશે ક્યારેક એ પણ વાત જે તમે ભૂલવા માંગો છો
ગમશે ક્યારેક એ પણ યાદ જે તમે આપવા માંગો છો,
ગમશે ક્યારેક એ પણ સમજ જે તમે જાણવા માંગો છો
ગમશે ક્યારેક એ પણ ઓળખ જે તમે રાખવા માંગો છો,
ગમશે ક્યારેક એ પણ રીત જે તમે સ્વીકારવા માંગો છો
ગમશે એ આશ ગમે તમે અનુસરવા માંગો છો,
ગમશે એ પણ હાર જે તમે જીતવા માંગો છો
ગમશે એ પણ જીવન જે તમે જીવવા માંગો છો.
