ગઝલની મહેફિલ
ગઝલની મહેફિલ
મહેફિલમાં આવીને તું બેઠી છે,
મારી ગઝલમાં તારૂં ધ્યાન નથી,
સામે બેસીને તું કેમ વહેમાય છે,
તેના કારણની મુજને ખબર નથી,
તે દિલ છોડ્યું કે મે દિલ તોડ્યું,
તેનું નિરાકરણ કદી થતું નથી,
દિલ તોડવામાં કોનું નામ આવશે,
તેની પણ મુજને ખબર નથી,
પ્રેમની ગઝલની મહેફિલ જામી છે,
તારી નફરતનું કોઈ સ્થાન નથી,
તારી નફરતનો અંત ક્યારે આવશે,
તેનો મુજને કંઈ અંદાજ નથી,
તારા પ્રેમની ગઝલ હું ગાઉં છું,
તેમાં તું પ્રતિભાવ આપતી નથી,
પ્રેમની ગઝલને સમજીને "મુરલી",
મારા દિલમાં તું કેમ સમાતી નથી ?

