STORYMIRROR

Vasudev Barot

Thriller

5.0  

Vasudev Barot

Thriller

ગઝલ

ગઝલ

1 min
999


જીતવાની હતી બાજી હારી ગયો,

આખરે આ સમય લાત મારી ગયો.


એક વાતે હું ફાવી ગયો છું ખરો!

શત્રુનું કાળજું ખાસ ઠારી ગયો.


એ અલગ નીકળ્યાં લોક અંગત હતાં,

જેમની પાસ વિશ્વાસુ ધારી ગયો.


તું બન્યો છે પતનનું જ કારણ સદા,

શોધું છું ડૂબતાને જે તારી ગયો.


ન્યાય અન્યાયના ખેલ તારા ગજબ,

તું રમે જે રમત પર હું વારી ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller