STORYMIRROR

Jashubhai Patel

Fantasy

1.0  

Jashubhai Patel

Fantasy

ગઝલ- મળશે

ગઝલ- મળશે

1 min
28.2K


મૌન સાથેનો મારો કેવો અજબ સંબંધ હશે,

શબ્દો જીવતા હશે ને કાન મારા અંધ મળશે!


ઊઘાડી આંખે જોયેલા સ્વપ્નો બે પાંચ હશે,

ઊંઘતા ઓશિકા સાથેનો થોડોક જંગ મળશે!


અરીસામાંથી ડોકાતા મારા પ્રતિબિંબમાં શું હશે,

શોધવા મથીશ તો થોડી ઇર્ષ્યાની ગંધ મળશે!


રણકતા તારા હાથોમાં મહેંદીનો રંગ કેવો હશે,

સાથે હરખઘેલી રેખાઓ ઢગલાબંધ મળશે!


હાંફતો સૂરજ પર્વત ઉપર ખુશ રહેતો હશે,

પણ તેના ચહેરા પર તો લાલપીળો રંગ મળશે!


ગાતાં ફૂલો પર ભમરાનાં નૃત્યો કેવાં હશે,

પાનખરમાં રડતાં ને વસંતમાં ટોળાબંધ મળશે!


હસતી મસ્ત આંખોની તારી મસ્તી કેવી હશે,

'જશ' થોડીક પાગલ ને થોડીક તંગ મળશે!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy