STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

ગઝલ લખવાની કોશિશ

ગઝલ લખવાની કોશિશ

1 min
180

ભલે પધારો તમે મારા હૃદયમાં,

પ્રેમથી તમારૂ સ્વાગત કરૂં છું,

તમારો સુંદર ચહેરો નિહાળીને,

ગઝલ લખવાની કોશિશ કરૂં છું,


તમે છો સુંદરતાની દેવી જેવા,

તમારી હું પ્રેમથી પૂજા કરૂં છું,

તમારી સુંદરતાનું પાન કરીને,

ગઝલ લખવાની કોશિશ કરૂં છું,


તમારા મુખથી સરકતા શબ્દોને, 

કલમથી કંડારવાની શરૂઆત કરૂં છું, 

મધુર રાગની સરગમ બનાવીને, 

ગઝલ લખવાની કોશિશ કરૂં છું,

 

તમારા શરાબી નયનોથી ગઝલમાં,

નશીલા શબ્દોનો પ્રયોગ કરૂં છું,

શબ્દોના નશામાં તલ્લીન બનીને,

ગઝલ લખવાની કોશિશ કરૂં છુંં,


તમારી ધડકનનો તાલ મેળવીને,

ગઝલને લયબદ્ધ કરી રહ્યો છું,

તમારા યૌવનમાં ભાન ભૂલી "મુરલી"

ગઝલ ગાવાની કોશિશ કરૂં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama