STORYMIRROR

Rajesh Hingu

Tragedy

4  

Rajesh Hingu

Tragedy

ગઝલ - અંતરયામી

ગઝલ - અંતરયામી

1 min
381

ખામી દેખી સામાસામી,

વાત પછી એક્કે ના જામી.


શાંતિપાઠ કરું છું રોજે,

યાદો તોયે મોક્ષ ન પામી,


એ સઘળા ભેદો જાણે છે,

અંતર મારું અંતરયામી.


નામ કમાયો ખૂબ જગતમાં,

આખર તોયે થયો 'નનામી'.


સાંજ સુરા સાકી સંગાથે,

મોજ મજાની મહેફિલ જામી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy