ગઝલ-અડકી જવામાં
ગઝલ-અડકી જવામાં
વાર કંઇ થાતી નથી એની છબીને ભેટવામાં.
પણ, ઘણું મથવું પડે છે હાથને છુટા થવામાં !
કાચ-સમ નાજુક છે ને ભીતરે દરિયો રહે છે.
તું જરા વિચાર કરજે આ હ્રદયને તોડવામાં.
છે ગુલાબી રૂપ જેનું લખ અનુભવ એ વિશેનો.
ટરવાં દાઝી જવાનાં એમને અડકી જવામાં !
શ્વાસને તો જાળવ્યા છે જીવ દઇને આયખામાં.
ધમપછાડા કાં કરે છે આજ અમને છોડવામાં ?
'દર્દ' સળગાવો ભલે સંભારણાંનો ગંજ દિલમાં.
આ જગત આવી જવાનું હાથ લઇને તાપવામાં.

