ગીતા
ગીતા
સ્ટેચયુ સ્ટેચયુ રમતા રમતા ગો કહેવાનું ભૂલી ગયા !
ગીતા જયંતિ
માગસર સુદ અગિયારશ
(તા.25-12-2020)
ગીતા
વિશ્વમાં એક માત્ર એવો ગ્રંથ છે
કે જેનો
જન્મદિન ઉજવાય છે.
ગીતામાં ક્યાંય
"શ્રીકૃષ્ણ ઉવાચ"
લખેલું નથી
પણ
"ભગવાન ઉવાચ"
લખેલું છે,
ભગવાને ગીતા ગાઈ
ત્યારે તે
વસુદેવ- દેવકી,
નંદ- યશોદાના
પુત્ર રૂપે
કે
કંસના ભાણેજ રૂપે ન હતાં
પણ
સૃષ્ટિ નિર્માણ કરનાર
ચૈતન્ય શક્તિ રૂપે હતાં
અને તેથી
ગીતા
ફક્ત હિંદુઓનો ગ્રંથ નથી
પણ
સકળ વિશ્વના માનવમાત્રને ઉદ્દેશીને લખાઈ છે.
જીવન એક સંગ્રામ છે.
ગીતા માનવને જીવન જીવવાની હિંમત આપે છે.
ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના માનવ માત્રને ગીતાના જ્ઞાન દ્વારા જીવન અભિમુખ કરવાનો ચિરંતન પ્રયાસ કર્યો છે.
જીવન રડવા માટે નથી;
ભાગી જવા માટે નથી;
જીવન હસવા માટે છે;
રમવા માટે છે;
મુસીબતોની સામે હિંમતથી ઝઝૂમવા માટે છે;
તેમજ
અખંડ આશા
અને
અતૂટ શ્રદ્ધાના બળે
વિકાસ કરવા માટે છે.
તે માનવ માત્રને જીવનમાં પ્રતિ ક્ષણે આવતા નાના મોટા સંગ્રામોની સામે હિંમતથી ઊભાં રહેવાની શક્તિ બક્ષે છે.
