ઘરેણું
ઘરેણું
સ્વમાનને સાચવજે ચડે ના જોજે ધૂળ,
એ તો સૌથી કિંમતી ઘરેણું તેને ના લાગે લુણ..
તારા સમયને તું સદાય સાચવજે એજ મહાન,
જીવનના સ્ટેજ પર નાચે કઠપૂતળીઓ લઈ સમયનો હામ.
પરિવર્તન તારુ નક્કી જો પરિબળને તું સમજ,
ભલ-ભલા ભૂંસાઈ ગયા માપવા સમયનું ગજ...
તું જ મહામુલોને સૌથી મોઘું ઘરેણું આ ધરાએ,
વાણી-વ્યવહારને વિચારને જો તું ચાલે જાણીને..