સંઘર્ષ
સંઘર્ષ


સંઘર્ષ એ તો ધબકતું જીવન છે,
વિના સંઘર્ષ તો જીવન પણ કયાં જીવંત છે.
ઈશ્વર ઉપકારથી પંખીને ખાલી પાંખો આવે,
ઉડે ત્યારે જ જ્યારે સંઘર્ષની પાંખ જાતે ફફડાવે..
નાળ કપાય ત્યારે બાળકને પણ શ્વાસ શીખવો પડે,
તો જ જીવન અને મૃત્યુ વચ્ચેનો જંગ ટળી પડે ..
અંકુર પણ હામ ભરી ધરતીને ચીરે,
સંઘર્ષ કરે એને પથ્થર પણ ના નડે...
પરિશ્રમના પરિસ્થિતિ પ્રમાણેના ઘર્ષણ,
અંતે શ્રેષ્ઠ સાબિત થાય છે આવા સંઘર્ષ...