માઁ
માઁ

1 min

237
કોઈ પૂછે કોણ આ દુનિયામાં ન્હાલ!
કહું તો જેની પાસે માઁનું અઢળક વ્હાલ.
મમતા કેરા મંદિરમાં સાચી મૂર્તિ માઁ,
ઈશની હયાતીનો ઈશે રાખ્યો ખયાલ.
જીવમાંથી જીવને એને કરતી શિવ,
જેના પ્રેમ પર કદી ના ઊઠે સવાલ.
માઁના ઉપકારનો ના આપી શકું બદલો,
ચરણે ધરુ ચપ્પલ ઉતારી આ ખાલ.
તારાં કોળીયા ખાઈને આવતા અમી ઓડકાર,
તારુ કરજ કદી ના ઊતરે ચૂકવું કરોડો સાલ.