વસંત
વસંત

1 min

304
જેને મન શું દરીદ્રને શું સામંત,
પ્રેમને તો ખીલવા જોઈએ વસંત,
જે સૌમા અલગને છે અનંત,
ઋતુઓમાં રાજા છે વસંત,
ખરેલા પાનને પણ કયાં ખરવાનો રંજ,
એ પણ આતુર છે ઝીલવા વસંત,
ધરતી પણ ઉભી દર્પણ લઈ,
માટે તો શણગારે એને વસંત,
મ્હોરી છે આ બેને ઉભરાઈ અંતર,
અસર બધે વર્તાઈ છે તારી વસંત.