કોરોના
કોરોના


આવ્યો છે સમય આજે સમજ કેળવવાનો,
હાથ મિલાવાનો નહી પણ નમસ્તે કરવાનો..
લઈ તને ડૂબવાના અવળાં પ્રયત્નોના પરિણામો,
પાડાના વાંકે પખાલીને ડામ કયાં સુધી દેવાનો..
તારાને મારા વચ્ચે જો રાખ થોડું અંતર,
તો જીવનજાત્રાને વિસામો ચોકકસ મળવાનો.
હો યુદ્ધમેદાને શત્રુની ફોજ ચિકકાર,
સમય છે સંયમ,સમજણને હિંમતથી બાથ ભીડવાનો,
"સંભાવ" અંધકારને ચીરીને ઉગશે દિવાકર કાયમ,
બસ એજ મંત્ર લઈ માનવી આગળ ધપવાનો...