ભારત
ભારત


જ્યાં ગાથાઓ દિવાલોમાં જીવન છે,
શિલ્પો જેના બેનમુન છે,
માટે મારો દેશ મહાન છે..
અહીં વચન પર શીષ ઉતારી દેવાય છે,
જે પાળીયા થઈ પૂજાય છે
માટે મારો દેશ મહાન છે....
લોથ્થલને મોહેંજો સભ્ય સંસ્કૃતિના પ્રથમ ચરણ પડ્યા છે,
વિવિધતામાં એકતાના વેશ જેણે ધર્યા છે,
માટે મારો દેશ મહાન છે..
વિશ્ર્વગુરુ બુધ્ધ હોય કે ગાંધી,
સમયાંતરે જન્મ લે છે સુધારાવાદી,
માટે મારો દેશ મહાન છે..
સહસ્ર્ત બ્રહ્માંડના સકળ સત્ય જેમાં,
એ વેદો-પુરાણને ગીતા ભારતમાં,
માટે મારો દેશ મહાન છે..
ભારત દેશ નહીં પણ માતા છે,
અહીં વૃક્ષોમાં પણ વિધાતા છે,
માટે મારો દેશ મહાન છે..