Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

સંદીપ ચૌધરી- અાંજણા

Others

3  

સંદીપ ચૌધરી- અાંજણા

Others

ગુજરાત

ગુજરાત

1 min
11.9K


ગુજરાતીના શ્વાસે-શ્વાસે ઉભરાતી અસ્મિતા,

શ્વેતક્રાંતિનાં અમૂલ સાગરને બનાસના પ્રણેતા.


તારા ખોળે સિધ્ધ સિધ્ધરાજને હેમચંદ્રચાર્ય,

પુજાતા અહી વીરોના ચોળે-ચોકે પાળીયા,


રકતધરા થઈ વહેતી સાબરમતીને રેવા,

તાનારીરી જ્યાં કરતા સંગીતની સેવા,


આપ્યા અહીંસાના મંત્રમુનિ મહાત્મા,

 સરદાર જેવા ખમીરનો જ્યાં આત્મા,


જેની કલમે લખાતી ગાથાઓ તારી,

કલમના સિપાહી વીરનર્મદને મેઘાણી.


વિશ્વફલક પર જેના નિતનવા મંડાણ,

વિહરે અનંત દરિયે સ્વમાનના વહાણ,


આનર્તથી ગુર્જર સુધી ગરવી ગાથા અપાર,

ગુજરાતથી આજ તારો ગ્લોબલ અવતાર,


ખારાને પણ મીઠું કહેતાને મીઠી જેની વાણી,

સો સો સલામ તને ગરવી ગુજરાત મારી.


Rate this content
Log in