ઘર આ ઘર જેવું લાગે
ઘર આ ઘર જેવું લાગે
નાજુક દીકરીના હાથ કપાળે ફરે છે
દરદ સઘળાં જ એક પળમાં હરે છે.
ઘર આ ચોક્કસ ઘર જેવું જ લાગે
જ્યારે આ દીકરી આંગણે મળે છે.
લડાવે છે લાડ એક બાપ હરપળ
ને પછી દીકરી દાદી બની મળે છે.
આ સફર રંગ રંગ થવાને આરે છે
કારણ દીકરીનો સંગાથ ભળે છે.
કઠોર ધરાતલ હવે નાજૂક છે "નીલ"
આ દીકરીનું સ્મિત કલા બની વરસે છે.
