ઘેટાં
ઘેટાં
જીવવું કુદરતને ખોળે
રહેવાનું વાડામાં ટોળે
લાગતાં સૌ એકસરખા
ચરિયાણ બીડમાં ચરખા
રખેવાળ કાઢતો ખોળી
ભલે હોય જમાત ટોળી
ચાલે એક એટલે પત્યું
જડે ના એકે પછી ગોત્યું
ગાડરિયો પ્રવાહ ચાલે
બધાં જ પછવાડે મહાલે
હોઠ દાંત જીવતી કાતર
સફાચટ ઘાંસનું ખાતર
ડીલે ઉન તણા ઓઢ્યાં
ને ધાબળાં ધોળાં પોઢ્યાં
ધોળી દૂધની એની ધાર
માવો ભર્યો છે ચોધાર
વિના શીંગડે ટૂંકી પૂંછ
રાખવી નહીં દાઢી મૂછ
આમન્યા અપાર રાખે
ઊંધું જોઈ બધું ચાખે
જોવાની ઉપર ના વાત
એવી છે ઘેટાંની નાત
જીવવું કુદરતને ખોળે
ભેગાં થયાં ટોળે ભોળે
રહેવાનું વાડામાં ટોળે
ગોપાલ કાઢી લ્યે ખોળે
બકરાં સંગ લાતંલાત
એવી છે ઘેટાંની નાત
