STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

ઘાવ ક્યાં કર્યો

ઘાવ ક્યાં કર્યો

1 min
193


સોંપ્યું મને સર્વસ્વ પણ મેં હક ક્યાં કર્યો,

મારું હતું જે મેળવવા મેં દાવો ક્યાં કર્યો ?


સમર્પણ કરવું એ જ હતી મારી ફિતરત,

ઘણું છોડ્યુંને જતું કર્યું હિસાબ ક્યાં કર્યો ?


આ મારું ને આ તારું ચિલો જ તે પાડ્યો,

સરખું જ ન હતું તો એમાં ભાગ ક્યાં કર્યો ?


થાય દિલ ઉપર સિતમને કેટલાંય જખમ,

રાવ-ફરિયાદ કરીને તમને ઘાવ ક્યાં કર્યો ?


તારે જીતવી હતી પાસાથી' ચોપાટ બિછાવી,

તાર ગણી ચીર પૂર્યા કૃષ્ણએ માફ ક્યાં કર્યો?               


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy