ગગને વિહરવું છે.
ગગને વિહરવું છે.
શબ્દનો સંગાથ લઈ ગગને વિહરવું છે,
કલ્પનાની પાંખ લઈ ગગને વિહરવું છે.
નફરતોનો ભાર લઈ ઉડી શકાશે નહિં,
બસ હ્રદયમાં પ્યાર લઈ ગગને વિહરવું છે.
કો'ક દી અથડાઈ જાશે એ જ સામેથી,
આ મધુર ફફડાટ લઈ ગગને વિહરવું છે.
હું સફળતાનું ગગન ચૂમી ગયો છું, પણ,
તમને હારોહાર લઈ ગગને વિહરવું છે.
એ ગગનવાસી વસ્યો છે મારી અંદર પણ,
એટલો વિશ્વાસ લઈ ગગને વિહરવું છે.