STORYMIRROR

nidhi nihan

Tragedy Children

3  

nidhi nihan

Tragedy Children

ગાંધીજી

ગાંધીજી

1 min
40

પ્હેરી નાની પોતડી, લઈ હાથમાં લાકડી,

સ્કુલનો નાનો-શો બાળક બન્યો મહાત્મા ગાંધી.


સત્ય અને અહિંસાના પૂજારી હતા મહાત્મા ગાંધી,

બાળકને ક્યાં ખબર હતી કોણ મહાત્મા ગાંધી?


કર્યો સવાલ દાદાજીને આ કોણ મહાત્મા ગાંધી?


દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડ્યા,

ખાદીનો પોશાક ધરતા, રાષ્ટ્રપિતા કહેવાયા,


નાતજાતનાં ભેદભાવ મિટાવી અસ્પૃશ્યતા નિવારી.

સ્કુલ, કોલેજો સરકારી કચેરીમાં છબી આજ પણ બિરાજે.


સાંભળી દાદાજીની વાત બોલ્યો નાસમજ બાળ,


હે ! દાદાજી, તો હવે કેમ લોકો જાતિવાદનાં નામે દેશમાં હિંસા ફેલાવે?


કેમ કરી હવે સમજાવે ? નાના -શા બાળકને, રહી ગયા ગાંધીજી બસ છબીમાં કેદ.

સત્ય અહિંસાની વિચારધારા થઈ પુસ્તકોમાં જ કેદ.


મંદ મંદ મુસ્કુરાહટ સાથે બોલ્યા દાદાજી, બેટા તું બન્યો છે ને આજે મહાત્મા ગાંધી ! 


તું ચાલજે સત્ય અહિંસાના માર્ગે,

ફરી લાવજે આઝાદીની આંધી, પછી નહીં રહે જાતિવાદની આંધી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy