ગાંડીવ લીધા છે
ગાંડીવ લીધા છે


હવાનાં ખજાના મહામૂલા દીધા છે
પણ શ્વાસના બંધને બાંધી દીધા છે,
નથી રે મતલબ ઉપવને કંટકો ગણવાને
ભરી સૌરભ પવનના કટોરા દીધા છે,
ભલે જગ કહે કે ખારાશ ભરી છે ઉરે
રૂડાં ભાગ્ય આ ચાંદની સંગે દીધાં છે,
તમે છો જ દાતા અને ઊભા છો સામે
બહુ જ ભાગ્ય મોટા અમોને દીધા છે,
હૈયે રમે છે વતન વીરોની વિપ્લવ કહાણી
મા ભારતીના યશોગાનનાં સોગંદ લીધા છે.
હૈયે ધરી હામ એક જ વિશ્વાસ દઈશું
રણે રમી રંગે જીતવા હાથ ગાંડીવ લીધા છે.