ગામડું
ગામડું
હોય જ્યાં ભોળપણની ભરમાર
થાતી હોય વાતોની અણધાર,
હોય જ્યાં કુદરત સાથે રમવાનું
સાથે બેસી ભાણે જમવાનું,
હોય જ્યાં પંખીની કલરવ
પરોઢે વલાણા ઝરમર સાંભળવાનું,
હવાની મીઠી લહેરખી
માટીની એ સુગંધ
ચોખ્ખું પાણી પીવાનું,
મોજ, મોજીલું, મસ્ત મજાનું
સ્વર્ગથી સુંદર મારું ગામડું,
મીઠો આવકારો આપી
મહેમાન સાચવતું,
હંમેશા હસતું રહેતું મારું ગામડું,
દિલ દેશનું રાખતું ધબકતું
ભાવનાનું સાચું સ્થાન
હરિયાળું મારું ગામડું.
