STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

ગામડું

ગામડું

1 min
24

માટીની મીઠી મહેક જ્યાં મળે

દિલમાં લાગણીની ભાષા જ્યાં ભળે

મને મારું રમતું ગામડું એ ગમે...!


બાળકોની રમતોથી પાદર જ્યાં હસે

મોટેરાના ઠાઠમાઠથી એ વડલો જીવંત ભાસે

મને મારું રમતું ગામડું એ ગમે...!


છાશ રોટલો ને ડુંગળી ભાણે મળે

હાસ્ય સાથે જમતાં પરિવાર સંગ મળે

મને મારું રમતું ગામડું એ ગમે...!


ગાય ભેંસના ટોળા જ્યાં ગમે

દહીં છાશથી ઘમઘમતા ઘર મળે

મને મારું રમતું ગામડું એ ગમે...!


વડિલોને જ્યાં માન સન્માન મળે

બાળકો સંગાથે દાદા દાદી હસે

મને મારું રમતું ગામડું એ ગમે...!



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy