STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

ગાડું

ગાડું

1 min
39

ગામડે કૃષિકાર સીમ જીવતર અભિન્ન અંગ શકટ,

નિર્ધુમ વહી ભાર ખેડી ખેત ધોરીયા હરે હર સંકટ,


ખેંચતા બળદિયા ગાડું ખેડૂતની જીવાદોરી શાન,

થયે એકાત્મ્ય ઘોરીડા બે ખેડુ સંગ ને ગાતા ગાન,


પડી પૈડે અગ્ર ઘુંસરી બલિવર્દ કાંધ જોડી જોતર,

સાંતીડા હળ લઈ ચાલ્યા ક્ષેત્રપાલ ખેડવા ખેતર,


વાવવું, ખેડવું, લણવું, ભાર ઉપાડવો ગાડાનું કામ,

સજી શણગાર ઝુલ શિંગડી લઈ જાન બીજે ગામ,


કરું હટાણા નગર જઈ ઉજવું સારા નરસા પ્રસંગ,

કરી સવારી ગ્રામ્યજન ખેલતા ગોંદરે બાળ સંગ,


ગામડા કૃષિકાર સીમ જીવતર અભિન્ન અંગ શકટ,

કલિયુગ સમે અતિ સંકટ શકટ સામે ભાસતું વિકટ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract