STORYMIRROR

SHEFALI SHAH

Drama Romance

4  

SHEFALI SHAH

Drama Romance

એનો પ્રેમ

એનો પ્રેમ

1 min
356

એનો પ્રેમ આમતો સપનું હતું, હૈયાના હેતમાં હિલોળા લેતું હતું,

લાગણીમાં એ નીતરતું હતું, પ્રાણ બની એ હૃદયમાં વસતુ હતું,

તો ઝાપટું બની વરસતું હતું... એનો પ્રેમ આમતો સપનું હતું,


પરોઢમાં એ પક્ષી સંગ ચહેક્તું હતું, ફૂલો સંગ એ ઉપવનમાં મહેકતું હતું,

સંધ્યામાં એ લાલિમા પાથરતું હતું, રાત્રીમાં શીતળતા આપતું હતું... એનો પ્રેમ આમતો સપનું હતું,


ઝરણાની જેમ પહાડમાંથી ફૂટતું હતું, નદીની જેમ કલરવ કરતું હતું,

ધોધની જેમ મારામાં સમાતું હતું, સાગરની જેમ અફળાતું હતું... એનો પ્રેમ આમતો સપનું હતું,


મેઘધનુષ સમ રંગો ભરતું હતું, ક્ષિતિજે ધરા સાથે મળતું હતું,

પ્રેમાલાપ કરી છૂટું પડતું હતું, સતત મન મેળવવા મથતું હતું... એનો પ્રેમ આમતો સપનું હતું,


ભર ઉનાળે શીળી છાયા આપતું હતું, વસંતમાં એ મહોરતું હતું,

શિયાળામાં હૂંફ પૂરી પાડતું હતું, ચોમાસે ભીંજવી જાતું હતું... એનો પ્રેમ આમતો સપનું હતું,


રાત દિન મારામાં રમતું હતું, શ્વાસ બની મારામાં શ્વસતું હતું,

અનરાધારની આશા મન રાખતું હતું, પણ ખાલી ઝાપટું બની વરસતું હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama