એમનેમ છે
એમનેમ છે


ચઢાવ્યાં હજારો ફૂલો તે પ્રભુ ચરણોમાં,
પણ ભીતરની દુર્ગંધ તો એમનેમ છે,
શું થશે પેટાવી દીવા મીણબત્તીઓ ?
અંધારા તારા હૃદયના તો એમનેમ છે.
શું કરશો પઢી નમાઝ કે દંડવત્ કરી ?
મદના મિનારા તો ઊભા એમનેમ છે,
શું થશે યજ્ઞો કરી અગર હૃદય બળતું હશે !
કરેલા અન્યાય તો અડગ એમનેમ છે.
થશે જો તું સ્વયં સુગંધી પુષ્પ બની જાએ,
થશે જો તું કરૂણા ના દીપ ઉરમાં પ્રગટાવે,
થશે જો માનવતા લઈ કો' દીનનો બંધુ તું થાએ,
થશે જો ક્ષમા યાચના લઈ કો' પીડીત કને જાએ,
બાકી તો જીવનભર પીડાની ફરિયાદ એમનેમ છે.