એકતા
એકતા


સહયોગ સહિયારા સૌના એકતા રૂપે
કઠિન કારજ, દ્રઢ સંકલ્પે સરળ બને
વિધ્નો બધા સચોટ ઉપાય દૂર કરે
સીડી એકબીજાના પૂરક બની ચઢે
ઓફિસમાં 'ને ઘરમાં, એકલતા ખલે
ચાર હાથે હલેસા મારતાં, કાર્યની નાવ ધપે
શહેરનાં' ને દેશના, ધ્યેય માટે પ્રજા મળે
મજબૂત સાંકળ એકતાની કદી ના તૂટે
રોગ હો કે યુધ્ધ, ભેગા સહુ કોઈ લડે
આગેકૂચ કરતા, દુશ્મન સૌ હારે.