એકલો વરસાદ
એકલો વરસાદ
હવે એ વરસાદની મારે શું જરુર છે,
તેની યાદ માત્રથી ભીનો થઇ જાવ છું.
તેના સાથથી હવે શું ફેર પડે છે,
આ ભીના હ્રદય સાથે વાત કરી લઉ છું.
એ મને પ્રેમ કરશે એ નથી જાણતો,
આમ જ પ્રેમ લુટાવીને ખુશ થઇ જાવ છું.
શું કરુ ? ચલાવી લેતા શીખી ગયો છું,
હવે હું એકલા વરસાદને ઝિલતો થઇ ગયો છું.

