STORYMIRROR

Bindya Jani

Fantasy

3  

Bindya Jani

Fantasy

એકાંતની ક્ષણ

એકાંતની ક્ષણ

1 min
923


એકાંતની ક્ષણમાં પણ વિહર્યો કરું છું,

ને ઝાકળ બિંદુ બનીને નિતર્યા કરું છું,


ફૂલોની ફોરમ બનીને મહેકયા કરું છું,

પતંગિયું બની ફૂલો વચ્ચે ઘુમ્યા કરું છું,


ઊર્મિના આભમાં પંખી બની ઉડ્યા કરું છું,

ટહુકો બની ડાળે-ડાળે વિહર્યો કરું છું,


સ્નેહ સાગરમાં હોડી બની તર્યા કરું છું,

ભરતી - ઓટ સામે પણ ઝઝૂમ્યા કરું છું,


બાળકોનો કલશોર બની ફર્યા કરું છું,

ને તેની કિકીયારી બની ટહેલ્યા કરું છું,


એકાંતની ક્ષણમાં પણ વિહર્યો કરું છું,

ને 'તેજબિંદુ' બની કશુંક લખ્યા કરું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy