એક યાદી આપની
એક યાદી આપની
જ્યાં નજર મારી પડે ત્યાં એક યાદી આપની
સવારે આંખ ખોલું તો દેખાય સુંદર છબી આપની,
સૂરજના કિરણોમાં ને ખુલ્લા આકાશમાં
સુગંધ ભળેલી છે આપની,
પર્વતો અને નદીમાંથી વહેતી ધ્વનિ છે આપની
બાગમાં ખીલેલા ફૂલોમાંથી ફેલાતી ખુશ્બુ આપની,
પ્રેમીઓનો પ્રેમ આપનો
માતાની મમતામાં કરુણા છે આપની,
મંદિરમાં થતો શંખનાદ આપનો ને આરતી પણ આપની
જ્યાં પડે મારી નજર ત્યાં એક જ યાદી આપની.