એક વાત કરવી છે
એક વાત કરવી છે
આજે મારી કલમ ધારદાર કરવી છે,
પણ આજે મારે તમને એક વાત કરવી છે....
જીવનમાં સફળ વ્યકિત હોય કે નિષ્ફળ વ્યકિત હોય,
પણ આજે તેના પરિશ્રમની વાત કરવી છે.
આત્માની વાત હોય કે પરમાત્માની વાત હોય,
પણ આજે મારે અદ્રશ્ય શકિતની વાત કરવી છે.
સંસારના સુખની વાત હોય કે દુઃખની વાત હોય,
પણ આજે સુખદુઃખમાં સાથે રહે તેવા વ્યક્તિની વાત કરવી છે.
પ્રેમની વાત હોય કે પ્રેમમાં વિયોગની વાત હોય,
પણ આજે બે દિલના પવિત્ર બંધનની કરવી છે.
રાતનો સમય હોય કે દિવસનો સમય હોય,
પણ આજે બીજાના માટે જીવેલા એ સમયની વાત કરવી છે.
પોતાના લાભની વાત હોય કે નુકશાનની વાત હોય,
પણ આજે બીજા માટે ખર્ચેલા એ રૂપિયાની વાત કરવી છે.
ન્યાયની વાત હોય કે અન્યાયની વાત હોય,
પણ આજે સત્યમેવ જયતેની વાત કરવી છે.
આજે તમનેે મારી વાત પસંદ આવે કે ના આવે,
પણ આજે તમારા અને મારા દિલની વાત કરવી છે.