સવાર પડી
સવાર પડી


સવાર પડી જિંદગીની સાચી રસ્તે વાળવાની નવી તક મળી.
જીવનમાં સફળતા નિષ્ફળતાના સ્વાદ ચાખવાની નવી સવાર પડી.
ઘોર અંધારામાંથી નવા ઉજાસ તરફ ફરવાની નવી સવાર પડી.
જિંદગીના ભૂલ ભરેલા નિર્ણય સુધારવાની નવી સવાર પડી.
સૂરજના કિરણો સાથે દોડવાની હરીફાઈ કરવાની નવી સવાર પડી.
મૂંઝાયેલી આંખોને નવા સપના સજાવાની હવે નવી સવાર પડી.
અસ્થિર મનને સ્થિર કરી નવા વિચારથી નવ સર્જન કરવાની નવી સવાર પડી.
જિંદગીથી હારેલા માનવીને જીવન જીવવાની પ્રેરણાની નવી સવાર પડી.
સુખ દુઃખના તડકા છાયામાં પ્રજ્વલિત રહેવાની નવી સવાર પડી.
સવાર પડી આ નવા પ્રકાશથી જિંદગીને પરિવર્તન માર્ગે વાળવાની તક મળી.