દેશ પાછળ ક્યાંથી હોય
દેશ પાછળ ક્યાંથી હોય


જે દેશમાં અર્જુન જેવો વિદ્યાર્થી હોય,
તે દેશમાં દુર્યોધન ક્યાંથી હોય,
જે દેશમાં શ્રવણ જેવો પુત્ર હોય,
તે દેશમાં વૃદ્ધાશ્રમ ક્યાંથી હોય,
જે દેશમાં જીજાબાઈ જેવી માતા હોય,
તે દેશમાં કાયરતા ક્યાંથી હોય,
જે દેશમાં સેવાની ભાવના હોય,
તે દેશમાં ગરીબી ક્યાંથી હોય,
જે દેશમાં ગાંધીબાપુ જેવા સત્યાગ્રહી,
હોય તે દેશમાં અહિંસા ક્યાંથી હોય,
જે દેશમાં ભગતસિંહ જેવા શહીદ હોય,
તે દેશમાં દેશદાઝની કમી ક્યાંથી હોય,
જે દેશમાં સ્વામી વિવેકાનંદ જેવા આધ્યાત્મિક પુરુષ હોય,
તે દેશમાં યુવાધન પાછળ ક્યાંથી હોય.