મોટાભાઈ
મોટાભાઈ


વિચારોના વનમાં મન વિચારતું થઈ ગયું,
હવે શું ? હવે શું ? હવે શું ?
એવા પ્રશ્નો પૂછતું થઈ ગયું.
મન વેરાન રણમાં આમતેમ વિહરતુ થઈ ગયું,
જિંદગીમાં અચાનક શું હતું ને શું થઈ ગયું,
સપના દેખાય હતા કેવા રૂડા રૂપરા,
એક અંધારી રાત આવી સપના ચકનાચૂર કરી ગઈ.
એક તુફાન આવ્યું અમારા સપના મેહલ તોડી ગયું,
જિંદગીના સુંદર સપનાને આમતેમ વેરાનખેરણ કરી ગયું.
સુખી અને હર્ષથી છલકતી જિંદગીને કોની નજર લાગી ગઈ,
પલ ભરમાં જિંદગી દુઃખ અને શોકના દરિયામાં ફેરવાઈ ગઈ.
ખોટ પડી ગઈ એટલી ભવ ભવની પીડા રહી ગઈ,
વાત છે એ દુઃખની આકસ્મિક"મોટાભાઈ"ની વિદાય થઈ ગઈ,
આ સાથે અમારી હિંમત અને ગર્વની છબી ખોવાઈ ગઈ.