જિંદગી
જિંદગી


જો અને તો વચ્ચે પીસાતી આ જિંદગી,
વહેમનાં વાદળો ફરતે છે છતાં
હકીકતનો વરસાદ ઈચ્છતી આ જિંદગી.
મનના વિચારોથી ઘડાતી આ જિંદગી,
સફળતાનું અમૃત તો ક્યારેક
નિષ્ફળતાનું વિષ પીવડાવતી આ જિંદગી.
તડકા છાંયડાથી ભરેલી આ જિંદગી,
હાસ્યનો ઉત્સવ તો ક્યારેક
શોકનું રુદન કરાવતી આ જિંદગી.
સાચા ખોટાનાં પારખાં કરાવતી આ જિંદગી.
સુખમાં એક ડગલું આગળ તો
દુઃખમાં એક ડગલું પાછળ ચાલતી આ જિંદગી.
સતત જીવંત ચાલતી રહેતી આ જિંદગી
ભૂતકાળની વાતો વાગોળવાનું છોડી
વર્તમાનમાં દિલથી જીવી લો આ મસ્ત જિંદગી.