મારી જિંદગી તું જ છે
મારી જિંદગી તું જ છે


મારી જિંદગી તું જ છે
મારી ધડકનમાં તું જ છે,
મારા હાથની લકીરોમાં તું જ છે
મારા શરીરની રગ-રગમાં તું જ છે,
મારા મનના વિચારોના વમળમાં તું જ છે
મારા સુખ દુઃખમાં સાથ નિભાવનાર તું જ છે,
મારા દિલમાં ધક-ધક સંગીત પૂરનાર તું જ છે
મારા જીવનની અધૂરી કહાની પૂરી કરનાર તું જ છે,
મારી આખો સાથે ભવભવનો સંબંધ બાંધનાર તું જ છે
મારા દિલ સાથે જન્મોજન્મના પવિત્રબંધનમાં જોડનાર તું જ છે.